મોરબીની SMVS સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા વિશેષ આયોજન સોશ્યલ મીડિયાના કુસંગ અને વ્યસનથી યુવાનો દૂર રહે તો દેશની ઉન્નતિમાં યોગદાન આપી શકે, સંતોની સુગમ વાણીથી પ્રેરિત કરાશે મોરબી : યુવાઘન ધારે તો દેશની સિકલ સુરત બદલી શકે તેવી તાકાત હોય છે. પણ આજના યુવાનો સોશ્યલ મીડિયા અને વ્યસનની ગુલામીની ઝંઝીરમાં જકડકાયેલા હોય દેશનું ભાવિ અંધકારમય બની જતા મોરબીની SMVS સ્વામિનારાયણ મંદિર સંસ્થા યુવાનોને આવા દુષણોથી દુર કરી સકારાત્મક જીવનશૈલીની પ્રેરણા આપવા વ્હારે આવી છે. સોશ્યલ મીડિયાના કુસંગ અને વ્યસનથી યુવાનોને દૂર રાખી દેશની ઉન્નતિમાં યોગદાન આપી શકે તે માટે સંતોની સુગમ વાણીથી પ્રેરિત કરાશે. મોરબી મોરબીની SMVS સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા આ સ્વામિનારાયણ મંદિર, દુલર્ભ પાર્ટી પ્લોટ પાસે, શનાળા બાયપાસ, મોરબી ખાતે આજે તા.14 થી તા.16 ઓક્ટોબર સુધી એમ ત્રીદિવસીય યુવા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.14-15ના રોજ રાત્રે 8 થી 11 અને તા 16ના રોજ સાંજે 7 થી 9 સુધી સ્વામિનારાયણના સંતો ઓનલાઈનમાં યુવાનોને વ્યસન અને સોશ્યલ મીડિયાના જરૂર કરતાં વધુ પડતા ઉપયોગને ટાળવા માટે પ્રેરક વક્તવ્યથી યુવાનોનું તંદુરસ્ત સમાજના નિર્માણથી દેશના ઘડતર માટેની તેમની મહત્વની ભૂમિકા વિશે યોગ્ય જ્ઞાન આપશે. સાથેસાથે દીવો ઓલવાઈ ત્યારે અંધારપટ સિવાય કંઈ ન બચે. એમ વિશ્વમાં બેજોડ રહેલી ભારતની અસ્મિતા અને સંસ્કૃતિને અખંડિત રાખવામાં દેશની ધરોહર સમાં યુવાનો વ્યસન અને સોશ્યલ મીડિયામાં ઘેરાયને તેમનું મૂળભૂત યોગદાન વિસરી ગયા છે. આથી યુવાનોને કુસંસ્કારથી દુર રાખવા માટે આજથી શરૂ થયેલા યુવા સંમેલનમાં નિર્માનસ્વામીના પ્રેરિત વક્તવ્યનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.