મોરબી : આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.16થી 19 ડિસેમ્બર 2025 સવારે 6થી 8 કલાક દરમિયાન સ્માર્ટ રિટેલ વર્લ્ડ, રવાપર રોડ, શક્તિ ટાઉનશીપની બાજુમાં, ગોરસ ડેરીની સામે, મોરબી ખાતે યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગા લેવલ 1 શ્વાસ, શરીર અને મન વચ્ચેનો સંતુલન મેળવવાની અનોખી પદ્ધતિ શીખવાડવામાં આવશે. જેમાં પ્રાણાયામ, આસન અને ધ્યાન દ્વારા આંતરિક શાંતિનો અનુભવ, શરીર બને ચુસ્ત, ઉર્જાવાન અને નિરોગી, તણાવ મુક્તિ અને મનની એકાગ્રતા માટે વૈજ્ઞાનિક રીતો, પ્રાચીન યોગ જ્ઞાન અને આધુનિક જીવનશૈલીનું સમન્વય, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને દૈનિક સ્ફૂર્તિની અનુભૂતિ થશે. આ યોગ મહોત્સવનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે https://aolt.in/897175 સાઈટની મુલાકાત લેવા તેમજ ભારતીબેન કાથરાણી 9825322852, ભરત કામરિયા 9879041801, સંતોષ વિડજા 9512222322, દિવ્યેશ સવસાણી 9978411177, વિરાલી ફેફર 9537401220, મુકતાબેન પટેલ 98259 27531, ભવ્ય ચગ 9408252151, ધવલ ફેફર 9714550250, ત્રિગુણા સાણજા 9898227072, બિરેન કલોલા 97123 33331 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે શૈલેષભાઇ રાઠોડ મો. નં. 9067840405 પર સંપર્ક કરવો.