હીરા ઝવેરાત છોડી ખુદાની બંદગી કરનાર મૌલાઈ રાજા સાહેબનો અનોખો ઇતિહાસ : 12, 13 અને 14 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે ઉર્ષ મહોત્સવમોરબી: મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના આસ્થાના કેન્દ્રસમા મૌલાઈ રાજા સાહેબનો ત્રણ દિવસીય ઉર્ષ મુબારક ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવાશે. હિજરી કેલેન્ડર મુજબ રબીઉલ અવ્વલ મહિનાની ૨૩મી તારીખે તેઓ વફાત થયા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે તા. 12, 13 અને 14 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ ઉર્ષમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ સમારોહ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ મોરબીના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરતો એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. જેનો ઇતિહાસ 600 વર્ષ જૂનો છે.મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની પવિત્ર જગ્યાઓ મોજુદ છે. જે ઇતિહાસ સાથે જોડાયેલ છે. તેમાં મુખ્યત્વે મૌલાઈ રાજા સાહેબ દરગાહ, મૌલાઇ રાજા સાહેબની મસ્જીદ, મૌલાઈ રાજા સાહેબનો કુવો, મૌલાઈ રાજા સાહેબનું મકાન સામેલ છે. જે ઇશ્વરની કસોરીની અને ઈશ્વર અલ્લાહ સાથે જોડાવવાની અને કુદરત સાથેના પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે.મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના દાઈ સૈયદના નૂર મોહમ્મદ નુરૂદ્દીન સાહેબ જેમની દરગાહ માંડવી - કચ્છ મુકામે છે તેમની મસ્જીદ, સુરત મુકામે જેમની દરગાહ છે તેવા સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન સાહેબના ગુરફા મુબારક અને આપની ઐતિહાસીક મસ્જીદ આ તમામ સ્થળો હાલના સમયમાં મોજુદ છે. આ તમામ ઇમારતો દાઉદી વ્હોરા સમાજ માટે એક ગૌરવવંતા ધાર્મિક લાગણી સાથે જોડાએલ છે.મૌલાઈ રાજા સાહેબ હી. 835 ઇ.સ 1414 માં પાટણથી મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિજરત બનાવ્યું. મૌલાઈ રાજા સાહેબ જે ઘરમાં રહેતા તે હાલમાં હયાત છે અને આજ શેરીમાં મૌલાઈ રાજા સાહેબની મસ્જીદ આવેલી છે અને એજ મસ્જીદમાં તારીખી ઐતિહાસીક અને ધર્મનું પ્રતિક સમાન કુવો પણ મોજુદ છે.મૌલાઈ રાજા સાહેબ નિયત ક્રમ અનુસાર એક દિવસ સાંજના સમયે કપડાનાં વણાંટનું કામમાં મશગુલ હતા અને સંધ્યા મગરીબનો સમય થયો. તરતજ કામ મૂકી ખુદાની બંદગી - નમાઝ માટે મસ્જિદમાં ગયા અને વુઝુ કરવા માટે પાણી લેવા ડોલ કુવામાં નાખી પાણીના બદલે હીરા – ઝવેરાત આવ્યા. આ હીરા - ઝવેરાત કુવામાં પાછા નાખી દીધા. આમ ત્રણ વખત ખુદાએ આપની પરીક્ષા કરી પણ હીરા - ઝવેરાત અને દુનિયાની તમામ દૌલત ઠુકરાવી ઈશ્વર-અલ્લાહને પ્રાર્થના - દુઆ કરી કે એ પરવરદિગાર મારે તો તારી બંદગી અને નમાઝ પઢવી છે. ત્યારબાદ કુવામાં ડોલ નાખી અને પાણી આવ્યું અને આપે નમાઝ પઢી. આમ ખુદાની કસોટીમાં પસાર થયા. આ કુવો હાલમાં મોજુદ છે અને આ સમગ્ર ઘટના દાઉદી વ્હોરા સમાજના તમામ ધાર્મિક ગ્રંથોમાં સોનાનાં અક્ષરથી નોંધાયેલ છે.આપના સમયમાં કાઠીયાવાડમાં પાણીની કટોકટી સર્જાતા મૌલાઈ રાજા સાહેબે વાંકડા ગામ પાસે ચાર ગામના સીમાડ ની વચ્ચે એક વાવ બનાવી. જેના થી અનેક લોકોએ એ વાવ નો ફાયદો લીધો. આ વાવ હાલમાં પણ આપના નામ સાથે સમયની સાક્ષીનું પ્રતિક છે.ખુદાએ આપની નસલ માં નવ સંતહ્યદાઇદ આપ્યા જેમાંથી 4 સાહેબોની દરગાહ જામનગર, 1 સાહેબની દરગાહ માંડવીમાં ૩ સાહેબોની દરગાહ સુરત અને 1 સાહેબની દરગાહ બુરહાનપુર એમ.પી. માં આવેલી છે. આપની દરગાહ મોરબી શહેરની શાનો - શોકત અને ખુદા અને તેમના બંદા વચ્ચે કસોટીનું પ્રતિક છે. આ દરગાહને “ખશબુ ગુજરાત” હેરીટેજ તેમજ ટુરીઝમ હેઠળ પણ સમાવવામાં આવેલ છે.મોરબી શહેર દાઉદી વ્હોરા સમાજનું પવિત્રતા અને ધાર્મિક વૈશ્વિક ઇતિહાસ તેમજ દાઉદી વ્હોરા સમાજની પ્રેરણા અને શ્રદ્ધા માટે ઉતમ ધાર્મિક લાક્ષણિકતા ધરાવતુ સ્થળ છે. જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજનું દાઅવતનું મરકઝ હ્યધર્મનું મેઇન મથક હતું અને સમગ્ર વ્હોરા સમાજનું શિક્ષણ અને તમામ પ્રવૃતિ મોરબી શહેરમાંથી થતી. આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અને એક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે.