૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંક સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન : ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ત્રણ દિવસીય મહોત્સવમાં અધિકારીઓ-પદાધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશમોરબી : મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શાળાઓમાં બાળકોના ૧૦૦ ટકા નામાંકનની સિદ્ધિ હાંસલ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 23,24 અને 25 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 34 હજારથી વધુ બાળકોને આંગણવાડીથી લઈ માધ્યમિક શિક્ષણ માટે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં શાળા પ્રવેશ કરાવવામાં આવશે.ચાલો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ સૂત્ર સાથે મોરબી જિલ્લામાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જિલ્લાની તમામ શાળાઓની ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી બાળકોને આવકારવામાં આવશે. મહોત્સવના ફળસ્વરૂપે અગાઉ શાળાઓમાં ડ્રોપ આઉટ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે અને બાળકોનું શાળામાં સ્થાયીકરણ વધ્યું છે. ચાલુ વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સાથે સાથે આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળામાં જ યોજીને ૬ વર્ષ પૂર્ણ કરનાર તમામ કન્યાઓને ધોરણ ૧ માં પ્રવેશ સુનિશ્ચિત કરાશે.મોરબી જિલ્લામાં હાલ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ માં ૨૬,૬૨૪ અને ધોરણ ૬ થી ૮ માં ૧૬,૧૨૭ કન્યાઓ અભ્યાસ કરી રહી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ કન્યાઓ ધોરણ ૯ માં પ્રવેશ મેળવે તે માટે તંત્ર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં આંગણવાડીમાં ૪૦૮૬, બાલ વાટિકામાં ૮૮૮૨, ધોરણ ૧માં ૧૦,૬૨૦ અને ધોરણ ૯માં કુલ ૧૦૫૩૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ માટે જિલ્લાના તમામ અધિકારીઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે.સાથે જ રાજકીય મહાનુભાવો પણ પ્રવેશોત્સવમાં જોડાશે.