મોરબી : મોરબીના વાઘપર પીલુડી ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા આજે તા.16થી મોમાઈ માતાજીના મંદિર ખાતે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ થયો છે. જેમાં આજે મોમાઈ માતાજીના વાહન ઉંટ તેમજ રથ સાથે નગરયાત્રા કરવામાં આવી હતી.મોરબીના વાઘપર પીલુડી ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજથી વિવિધ ધાર્મિક પ્રસંગોનો પ્રારંભ થયો છે જેમાં આજે શુક્રવારે સવારે 7:30 કલાકે ભવનાથ તળેટી જૂનાગઢના મહંત શેરનાથબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં મોમાઈ માતાજીના વાહન ઉંટ તેમજ રથ સાથે નગરયાત્રા યોજાઈ હતી. રાત્રે 9 થી 12 કલાકે માતાજીના ગરબા અને તા. 18ના બપોરના 12 કલાકે પટેલ સમાજની વાડી, વાઘપર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા.18ના બપોરના 12:45 કલાકે નિજ મંદિરમાં મૂર્તિઓના નેત્રાંજન પ્રતિષ્ઠા કરવામાં આવશે.આ ધાર્મિક કાર્યક્રમમાં તા.18ના સવારે 9:30 કલાકે સંતોના સામૈયા યોજાશે. આ તકે, મહંત શેરનાથજી ગુરૂ ત્રિલોકનાથજી- ભવનાથ તળેટી ( જૂનાગઢ), લાલબાપુ- ગધેથળ (ગાયત્રી આશ્રમ), સ્વામી અક્ષયાનંદજી (નિખીલદેવ), કથાકાર માતાજી દેવીમાં (અંકેવાળિયા) સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વાઘપર ગામની જનતાને ઉપસ્થિત રહેવા સમસ્ત જાડેજા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.