ટંકારા : ટંકારાના રોહિશાળા ગામે રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો આવતીકાલે તા.૨૦થી ૨૨ સુધી ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. જેમાં ત્રણેય દિવસે ધાર્મિક વિધિ અનુસાર આ મહોત્સવ ઉજવવામાં આવશે.પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવના આચાર્ય પદે શાસ્ત્રી પ્રિતેશ મહારાજ રહેશે. તા.૨૦એ સવસાણી પરીવાર તરફથી ખોડિયાર નાટક મંડળ મોટા ભાડુકિયાનું રાજા ભરથરી નાટક રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. જ્યારે તા.૨૧એ સવસાણી યુવા ગ્રુપ તરફથી રાધે કાન ગોપી મંડળ રાત્રે ૦૮:૩૦ કલાકે યોજાશે.