તા.27એ ભવ્ય લોકડાયરાનું આયોજન : તા.28એ વિજેતાઓને ઇનામ વિતરણ કરાશે વાંકાનેર : નામદાર મહારાણા સ્વ. ડો. દિગ્વિજયસિંહજી ઝાલા સ્મૃતિમાં 17મો કામા અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ અશ્વ શો 2025નું તા. 26-27 અને 28 ડિસેમ્બર ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 25ને બુધવારના રોજ બપોરે 3 કલાકથી ભવ્ય અશ્વ નગરયાત્રા, તા. 26ને ગુરુવારના સવારે 9:15 થી 7 કલાક દરમિયાન અશ્વ શો સ્પર્ધા, તા. 27ને શુક્રવારના સવારે 6 કલાકથી અશ્વ-શો સ્પર્ધા તથા તા. 28ને શનિવારના રોજ સવારે 8 કલાકથી અશ્વ - શો સ્પર્ધા ધોળેશ્વર મહાદેવ મંદિર, પેડક, વાંકાનેર ખાતે યોજાશે. આ સ્પર્ધામાં વિજેતાઓને સાંજે 4 કલાકે ઇનામ વિતરણ કરાશે. આ સાથે જ શનિવારે રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્યકાર અનુભા ગઢવી, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ભજનિક કલાકાર ધવલભાઈ બારોટ, ભજનિક કલાકાર વિજયાબેન વાઘેલા અને ગાયક કલાકાર આદિત્ય ખડીયા દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. તો આ અશ્વ શો તથા લોકડાયરામાં પધારવા રાજ્યસભા સાંસદ મહારાણા જામસાહેબ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.