વાંકનેર તાલુકામાં યોજાયેલી તાલીમમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છુકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદવાંકનેર: RAMP યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વાંકનેર તાલુકાના પી.એમ. વિશ્વકર્મા તાલીમ સેન્ટર ખાતે તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તા. 14 થી 16 મે, 2026 દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસીય આંત્રપ્રિન્યોરશિપ ચોઇસ પ્રોગ્રામનું આયોજન ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત થયો હતો. શું છે RAMP યોજના?RAMP યોજના (સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ના ઔપચારિકીકરણ માટે માઇક્રો-ઇન્ક્યુબેશન) MSME ક્ષેત્રને મજબૂત બનાવવા માટે રચાયેલી મહત્વપૂર્ણ યોજના છે. જેનો મુખ્ય હેતુ નાણાકીય સહાય, બજાર જોડાણ, ટેકનોલોજી અપનાવટ અને સંસ્થાકીય સહયોગ દ્વારા ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.ડિજિટલ ટૂલ્સ અંગે અપાયું પ્રાયોગિક માર્ગદર્શનઆ ત્રિદિવસીય કાર્યક્રમનું ડિઝાઇન અને માર્ગદર્શન EDII ના સ્ટેટ આંત્રપ્રિન્યોરશિપ લીડ હેતલ પાઠક દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા સંયોજક ચંદેશ રાઠોડ દ્વારા કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન ઉદ્યોગસાહસિકોને વ્યવસાય સંચાલન, નાણાકીય શિસ્ત, હિસાબી વ્યવસ્થા, કિંમત નિર્ધારણ તેમજ વ્યવસાયને ડિજિટલ બનાવવા માટે અતિ ઉપયોગી એવા Khatabook, OkCredit, BharatPe અને Vyapar જેવા ડિજિટલ ટૂલ્સ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સોશિયલ મીડિયા અને ગવર્મેન્ટ પોર્ટલની સમજઉદ્યોગસાહસિકોને માર્કેટિંગ વ્યુહરચનાઓ, બ્રાન્ડિંગ, ગ્રાહક વિકાસ અને WhatsApp Business, Instagram તથા Facebook મારફતે ડિજિટલ પ્રચાર-પ્રસાર કરવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી પોર્ટલ જેવા કે GeM, ONDC, પ્રદર્શન મેળાઓ અને સ્થાનિક બજારો દ્વારા ઉપલબ્ધ બજાર તકો અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સરકારી યોજનાઓ અને લોન પ્રક્રિયાની માહિતીતાલીમમાં ઉદ્યોગસાહસિકોને ઉદ્યમ રજિસ્ટ્રેશન, GST, FSSAI, લોન મેળવવાની તૈયારી અને બેંકિંગ પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. આ સાથે જ MUDRA, VBY, PMFME જેવી સરકારી લોન અને સબસિડી યોજનાઓ અંગે માહિતગાર કરાયા હતા. ભાગ લેનારા તમામ સભ્યોએ બિઝનેસ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા અને વ્યવસાય વિસ્તરણ માટે નાણાકીય અંદાજ અંગે પ્રાયોગિક સમજ મેળવી હતી.ઉદ્યોગસાહસિકોમાં ભારે ઉત્સાહઆ કાર્યક્રમમાં વાંકનેર અને મોરબી વિસ્તારના સ્થાનિક ઉદ્યોગસાહસિકો તેમજ નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા યુવાનો તરફથી ખૂબ જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. તાલીમાર્થીઓએ આ પ્રાયોગિક અને વિકાસલક્ષી તાલીમ પદ્ધતિની ભારે પ્રશંસા કરી હતી. RAMP યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વ્યવસાય વિકાસને નવી મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #Wankaner #MorbiNews #MorbiUpdate #RAMP #MSME #EDII #Entrepreneurship #DigitalTools #BusinessTraining #VankaneNews