શનાળાનો શખ્સ હથિયારના ગુન્હામાં, વિશિપરાનો શખ્સ વાહન ચોરીમાં અને મહિલા દેશી દારૂના ધંધામાં પકડાતા મોરબી પોલીસનું આકરું પગલું મોરબી : મોરબી જિલ્લામાં વાહનચોરી, હથિયાર અને દેશી દારૂના ધંધામાં પકડાયેલ ત્રણ ગુન્હેગારો વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર થતા પોલીસે ત્રણેય ગુન્હેગારોને અલગ - અલગ જેલમાં પાસા તળે ધકેલી દીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડાના આદેશ અન્વયે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શકત શનાળા ગામના શક્તિસિંહ જયદીપસિંહ જાડેજાને પાસા હેઠળ સુરત લાજપોર જેલ અને વિશિપરાના રીઢા વાહનચોર હાજી અકબર માણેકને ભાવનગર જેલમાં પાસા હેઠળ મોકલી આપ્યો હતો. આ ઉપરાંત મોરબી એલસીબી દ્વારા દેશી દારૂનો ધંધો કરતી ચોટીલાના ચિરોડા ગામની ફરીદાબેન દેવશીભાઈ ચૌહાણને પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપી હતી.