સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ અલગ અલગ દરોડામાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. જેમાં એક દરોડામાં બ્રેઝા કારમાં નીકળેલો શખ્સ પણ બાટલી સાથે પકડાઇ જતા કાર માલિક તેમજ દારૂની બોટલ આપનાર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શક્ત શનાળા ગામે રાજપર ચોકડી પાસેથી આરોપી સાહિલ ઈમ્તિયાઝ કાદરી રહે.જોન્સનગર નામના શખ્સને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 600 સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં રવાપર ગામના ઝાપા પાસેથી વજેપરમાં રહેતા ભરત છબીલ પરમારને મેકડોવેલ્સ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે પકડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ગામે એસપી રોડ નજીક ક્રિષ્ના સ્કૂલ પાસેથી સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા આરોપી ચિરાગ મનસુખ જાલરિયા રહે.તુલસીપત્ર સામે શિવાલય હાઇટ્સ નામના શખ્સને રૂપિયા 3 લાખની બ્રેઝા કારમાં બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. વધુમાં આરોપી ચિરાગે દારૂની આ બોટલ રવાપર રેસિડેન્સીમાં રહેતા આરોપી ભાવેશ ફેફર પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે ભાવેશ ફેફરને ફરાર દર્શાવી પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી.