મોરબી : મોરબી શહેરમા વિજય ટોકીઝ પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી ગોપાલ રામજીભાઈ સોલંકી, શબ્બીર મહેબૂબભાઈ ચૌહાણ અને યુનુસ નથુશા શાહમદાર નામના ત્રણ શખ્સને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 3800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.