મોરબી : જુગાર જેવી બદીને મોરબી માંથી સદંતર નાબૂદ કરવા માટે પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સબ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા એલ.સી.બી.નાં અન્ય સ્ટાફને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ પર સટ્ટો રમતા ૩ આરોપીઓને ૫૦,૫૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મૈયડને મળેલી માહિતીને આધારે કબ્રસ્તાનની બાજુમાં ભવાની મોબાઇલ પાસે સરાજાહેર DIAMONDEXCH9.COM નામની સાઈટ બનાવી મેચના સ્કોર પર રનફેરનો જુગાર રમતા આરોપી ઉજાસ હિતેષભાઈ ઠક્કર(રહે. રવાપર રોડ), કમલેશ ભવાનભાઈ હરબડા(રહે. કાલિકા પ્લોટ) તથા પારસ ગીરીશભાઈ કોટેચા (રહે. શનાળા રોડ)ને ૨૨,૫૦૦ રૂપિયા રોકડા તથા મોબાઇલ નંગ ૩ કિંમત રૂપિયા ૨૮,૦૦૦ નો કુલ ૫૦,૫૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડીને મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરણી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en