મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સામાકાંઠે આવેલ યોગીનગર પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં મંદીર બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ રાજેશભાઇ લખમણભાઇ સનુરા, રામસંગભાઇ મોહનસંગભાઇ બારૈયા, કિશોરભાઇ લધુભાઇ કુંવરીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૨,૮૪૦ કબ્જે કર્યા હતા. આ આરોપીઓ કફર્યુ દરમિયાન જુગાર રમતા પકડાઈ જતા પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગરધારા તથા કફર્યુ ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.