મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 2 અને ત્રણની વચ્ચે જાહેરમાં જુગાર રમી રહેલા રીયાઝભાઇ ઇકબાલશા શાહમદાર, સાદીકભાઇ અબ્દુલભાઇ સુમરા અને દીલીપભાઇ અમરશીભાઇ જાદવને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 13,850ની રોકડ રકમ જપ્ત કરી હતી.