મોરબી : માળીયા મીયાણા પોલીસે જુના ઘાંટીલા ગામમાં જુગાર રમતા મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઇ ઓધવજીભાઈ ઉપાસરીયા અને મુકેશભાઇ નવીનભાઇ ઠાકરને રૂ.11,800ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અલ્પેશભાઇ બિજલભાઈ સુરાણી, કિશનભાઇ બિજલભાઇ સુરાણી, અનિલભાઈ કલાભાઈ સનુરા, મુકેશભાઇ જગાભાઈ સુરાણી, દિલીપભાઈ હીરાભાઈ સુરાણી, વિપુલભાઇ જગદીશભાઈ સુરાણીનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.