મોરબી : મોરબી એલસીબી ટીમે વાવડી રોડ ઉપર વોચ ગોઠવી દારૂની હેરફેર કરતા એક શખ્સને અટકાવી તલાશી લેતા એક્સેસ ચાલક મોટર સાયકલ રેઢું મૂકી નાસી ગયો હતો, આ એક્સેસમાંથી ત્રણ બોટલ દારૂ, મોબાઈલ ફોન મળી આવતા 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી ટીમે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. મોરબી એલસીબી ટીમે વાવડી રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક વોચ ગોઠવી જીજે - 36 -એબી - 9631 નંબરનું એક્સેસ અટકાવવા પ્રયાસ કરતા આરોપી સાહિલ મહમદ લધાણી રહે.લોમજીવન સોસાયટી, મોરબી વાળો એક્સેસ મોટર સાયકલ છોડી નાસી ગયો હતો. બાદમાં પોલીસે એક્સેસની તલાસી લેતા એક્સેસમાંથી ત્રણ દારૂની બોટલ, એક મોબાઈલ ફોન તેમજ 35 હજારની કિંમતનું એક્સેસ સહિત પોલીસે 38,125નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.