મોરબી : મોરબીમાં પોલીસે ગતરાત્રે બે અલગ અલગ સ્થળે દારૂની રેડ કરીને 30 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. આ દારૂની પ્રથમ રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીની એક ઓરડીમાં રેડ કરીને ત્યાંથી અબ્દુલભાઈ સુમારભાઈ સુમરાને ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે ઝડપી લીધા હતો.જ્યારે સાજીદ અબ્દુલભાઈ સુમરા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો.બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સો સામે દારૂનો વેપલો કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે બીજી દારૂની રેડમાં મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે જાબુડિયા ગામ પાસે દશામાંના મંદિર નજીક પ્લાસ્ટિકના બચકમાં દારૂની લેતી દેતી કરતા રમણિકભાઈ પ્રેમજીભાઈ વિંજવાડિયા અને ધવલભાઈ ચંદુભાઈ પીપળીયાને 6 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne