મોરબી તાલુકા પોલીસે બે ટ્રક સહિત 18 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના લાલપર અને સરતાનપર નજીક ટ્રેઇલરની ટ્રોલીમાં છુંપાવેલ દારૂ-બિયરના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસે બે ટ્રક સાથે ત્રણ ઈસમોને 18 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પોલીસવડા સુબૌધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલ અને સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પી કોન્સ, રવિરાજસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમી હકીકત આધારે પીએસઆઇ વી.જી.જેઠવાએ સરતાનપર ગામ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે રોડ ઉપરથી બે ઇસમોને પોતાના હવાલાવાળા ટાટા કંપનીના ટ્રેઇલરની ટ્રોલીમાં છુપાવેલ ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલો નંગ-36 કિંમત 24,900 તથા બીયરના ટીન-24 કિંમત રૂપિયા 2400 ના જથ્થા સાથે ગુમાનસિંહ તેનુસિંહ ચૌહાણ, રહે. ગામ-ભેંસાપા, કાલી કાંકડ, કોટડા, થાના જેવાજા, તા બ્યાવર, જી.અજમેર, રાજસ્થાન અને રૂગનાથ જારીલાલ ચૌધરી, રહે. ગામ ભેંસાપા, કાલી કાંકડ, કોટડા, થાના જેવાજા, તા.બ્યાવર રાજસ્થાન વાળાને ટ્રક સહિત 8,27,300ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા. આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસે બીજા દરોડામાં લાલપર ગામની સીમમાં, શ્રીજી સીરામીક પાસેથી ટ્રેઇલર નંબર GJ-12-BW-924ના પાછળની ટ્રોલીમાં છુપાવેલ મેકડોવેલ નંબર વનની 22 બોટલ કિંમત રૂ.8250 સાથે રાપર કચ્છના વિનોદભાઇ ભચાભાઇ મૈયાણીને રૂ.10 લાખના ટ્રક સાથે ઝડપી લીધો હતો જેમાં આ દારૂનો જથ્થો મંગાવનાર મોરબીના રોહીતભાઇ ઉર્ફે રવિ ધીરૂભાઇ વાણંદ અને દારૂ મોકલનાર રાપર કચ્છના પ્રતાપભાઇ કોલીનું નામ ખુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી રૂપિયા 10,08,250નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની આ સફળ તાલુકા પીએસઆઇ વી. જી.જેઠવા, પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, જયેશભાઇ ચાવડા, પો.કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડા દ્વારા કરવામાં આવેલ હતી.