પરસોતમ ચોક, જુના ઘુટુ રોડ અને ઉંચી માંડલ નજીક પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂ અંગેની ત્રણ અલગ અલગ કાર્યવાહીમાં પાંચ બોટલ દારૂ સાથે ત્રણ યુવાનને ઝડપી લઈ એક કિસ્સામાં રૂપિયા 25 હજારનું બાઈક પણ કબ્જે કર્યું હતુ. પ્રથમ કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે બાઈક ઉપર દારૂની બોટલ લઈને નીકળેલા હાર્દિક મહેશભાઈ ગોહિલને પરસોતમ ચોક નજીકથી રોયલ ચેલેન્જની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ રૂપિયા 25 હજાતનું બાઈક મળી 25,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજી કાર્યવાહીમાં સીટી બી ડિવિઝન પોલીસે ભરત જીવણભાઈ કળોતરાને ત્રાજપર ખારી નજીકથી મેકડોવેલ નંબર વનની 2 બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે તાલુકા પોલીસ ટીમે ઉંચી માંડલ નજીકથી રાજુ હેમુભાઈ ચૌહાણ નામના શખ્સને રૂપિયા 1700ની કિંમતની બ્લેન્ડર પ્રાઇડની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.