મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ આરોપીઓને વિદેશી દારૂની 180 મીલી માપની 9 બોટલ તેમજ એક 200 મીલી ભરેલી બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 14માંથી આરોપી અનિષ હુસેનભાઈ સુમરાને વિદેશી દારૂના 180 મીલીના 5 ચપલા કિંમત રૂ.850 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં લુહાર સમાજ વાડી સામેથી આરોપી મિલન ભરતભાઇ કણઝારીયા રહે.ભક્તિનગર-3 વાળાને 200 મીલી વિદેશી દારૂ ભરેલી બોટલ કિંમત રૂ.200 સાથે ઝડપી લઈ ત્રીજા દરોડામાં ગ્રીનચોક પાસેથી આરોપી કૌશિક દલસુખભાઈ પરમાર રહે.હનુમાન દેરી શેરી વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 4 ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.