ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ-હડમતીયા રોડ પર સીએનજી રીક્ષા નં-GJ-36-U-0890માં દેશી દારૂની હેરાફેરી કરતા નુરમામદભાઇ સુલેમાનભાઈ સમા ઉ.વ.૩૨ રહે. મોરબી-૨ વીસીપરા, રહીમભાઈ ઇશાકભાઈ નોતીયાર ઉ.વ.૩૩ રહે. મોરબી-૨ વીસીપરા અને રાહુલભાઈ સુરાભાઈ વાઘેલા ઉ.વ. ૨૪ રહે લજાઇવાળાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે દારૂ ભરેલી કોથળી નંગ-૪૦ અને કેફી પ્રવાહી લીટર-૨૦૦ કી.રૂ. ૪૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૯૦,૦૦૦/- ના મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.