ખેતરના એક ઢાળીયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બેસી જુગાર રમાતો હતોટંકારા : ટંકારા તાલુકાના ખીજડિયા ગામથી ઘુનડા તરફ જતા રસ્તે ખેતરના એકઢાળીયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બેસી જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ જુગારી પકડાઈ ગયા હતા જ્યારે બે આરોપીઓ કપાસના ઉભા પાકમા નાસી ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયાથી ઘુનડા તરફ જતા રસ્તા ઉપર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા રોડ ઉપર ખેતરના એકઢાળીયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બેસી જુગાર રમી રહેલ આરોપી (1) નરેશભાઇ મોહનભાઇ માણસુરીયા, રહે. રવાપર, મોરબી (2) મહાદેવભાઇ કાનજીભાઇ મગુનીયા, રહે. રામેશ્ર્વરનગર, ચાચાપર, મોરબી (3) નીતીનકુમાર મનુભાઇ પનારા, રહે. અમદાવાદ સરખેજ નામના ત્રણ આરોપીઓ રોકડા રૂપિયા 68,700 તેમજ પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 22 હજાર સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, આરોપી (4) બીપીનભાઇ ઠાકરસીભાઇ પટેલ રહે. ખીજડીયા અને (5) જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતી રહે. સુરત,કામરેજ વાળાઓ પોલીસને જોઈ કપાસના ઉભા પાકમાં નાસી જતા પોલીસે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.