વાંકાનેર : વાંકાનેર શહેરમાં સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ પ્રદીપ રઘુભાઈ સરાવાડિયા, રાહુલ હમીરભાઈ ગાંભા અને જોશનાબેન જેન્તીભાઈ બાવળિયાને રોકડા રૂપિયા 1900 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી કાનાભાઈ શિવાભાઈ કોળી નાસી જતા પોલીસે કાનાભાઈને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.