બે આરોપીઓને ફરાર જાહેર કરાયા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામમાં અલગ અલગ બે દરોડા પાડી દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન બે આરોપીના નામ ખુલતા કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો હતો.પ્રથમ દરોડામાં પોલીસે માટેલ નજીક વિકાસ રેસિડેન્સી પાસેથી આરોપી જયદીપસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા રહે.મકનસર વાળાને વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 26,400 સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનાર આરોપી અશોક હીરાભાઈ ડાભી રહે.નવા ઢુંવા વાળાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે માટેલ ગામની સીમમાં બ્રાવેટ કારખાના નજીકથી આરોપી રવિ દેવશીભાઈ કુંકાવા રહે.વિરપર તેમજ એક બાળ કિશોરને જીજે - 36 - બીએ - 0362 બાઈક પર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 100 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 20 હજાર તેમજ 40 હજારનું બાઈક મળી કુલ 60 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ હાજર નહિ મળી આવેલ દારૂ મંગાવનાર આરોપી લાભુભાઈ ઝવેરભાઈ માથાસુરીયા રહે.માટેલ વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.