મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં મોબાઈલ પર ઓનલાઈન લુડો ગેમ રમી જુગાર રમી રહેલા આરોપી 1.સમીર હનીફભાઈ ભટ્ટી રહે.જોન્સનગર, મોરબી 2.મોસીમ ઉર્ફે માસ સલીમભાઈ મોવર રહે.જોન્સ નગર 6, લાતી પ્લોટ, મોરબી અને 3.મુસા ઉમરભાઈ હાલા રહે.લુહાર શેરી, કુબેરનાથ રોડ, મોરબી વાળાને રોકડા રૂ.650 તેમજ 10 હજારના એક મોબાઈલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.