મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વરલી મટકાના જુગારીઓ પર વ્યાપક કાર્યવાહી છતાં જુગારની પ્રવૃત્તિ ચાલુ રહે છે ત્યારે ગઈકાલે મોરબી શહેર, આમરણ અને માળીયા મિયાણા પોલીસે વરલી મટકાના જુગારીઓ પર ધોસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ આરોપીઓને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ મેઈન રોડ પર જાહેરમાં વરલીના આંકડા લેતા આરોપી આરીફ મુસ્તાકભાઈ બ્લોચ રહે.મકરાણી વાસ મોરબી વાળાને રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો.બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે આમરણ ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી રફીકભાઈ અસરફભાઈ બુખારી રહે.આમરણ વાળાને રોકડા રૂપિયા 260 સાથે ઝડપી લીધો હતો.ઉપરાંત ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે જુના રેલવે સ્ટેશન રોડ પર વાડા વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી લતીફ રસુલભાઈ માણેક રહે.વાડા વિસ્તાર વાળાને રોકડા રૂપિયા 140 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.