મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સોની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે તા. 11 માર્ચના રોજ મોરબીના વીસીપરા સ્મશાન પાસે રોકડ રકમ રૂ. 5,200 સાથે ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઉસ્માનભાઇ ઉમરભાઇ મુલ્લા (ઉ.વ.૩૬, ધંધો મજુરી, રહે.વીસીપરા, કુલીનગર-૧, મોરબી-૨), અબ્દુલભાઇ ગફુરભાઇ ભટ્ટી (ઉ.વ-૩૭, ધંધો-મજુરી, રહે-વીસીપરા, સરકારી વાડી પાસે, મોરબી-૨) તથા કાસમભાઇ કાદરભાઇ કાજેડીયા (ઉ.વ. ૨૫, ધંધો-મજુરી, રહે-વીસીપરા, બીલાલી મસ્જીદ પાસે, મોરબી)ની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.