મોરબી : મોરબી શહેરમાં મકરાણીવાસ નજીક મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સલીમભાઈ અજિતભાઈ મકરાણી, સમસુદીન તાજુદીન મકરાણી અને સલીમભાઈ અદરેમાન મકરાણી નામના ત્રણ ઇસમોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.