મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી રણછોડભાઈ પરસોત્તમભાઈ સનુરા, બીજલભાઈ કાનજીભાઈ સુરાણી અને આરોપી મુકેશભાઈ નવીનભાઈ ઠાકર રહે.તમામ જુના ઘાટીલા ગામ વાળાઓને રોકડા રૂપિયા 6400 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.