હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઈશ્વરનગર ગામની સીમમાં ચરાડવા રોડ ઉપર આવેલ ચંદ્રકાંત દેવજીભાઈ પટેલની વાડી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા રહે. ઈશ્વરનગર, અરવિંદભાઈ ઉર્ફે જગાલાલ વલમજીભાઈ માકાસણા રહે. ચરાડવા તા.હળવદ તથા મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા રહે. ચરાડવા તા.હળવદ વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રૂ.૮૩,૭૦૦ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.