વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હસનપર ગામે શક્તિપરા વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આડપેરમાલ કરૂણાનીથી મદ્રાશી, આદિમુલમ પરણીભાઇ મદ્રાશી અને નારાયણ કરૂણાનીથી મદ્રાશી તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2530 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.