હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં લક્ષ્મી પાન સેન્ટર વાળી શેરીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ચંદુભાઈ વિઠ્ઠલભાઇ વિકાણી રહે.સિદ્ધિ વિનાયક સોસાયટી, રાણેકપર રોડ હળવદ, રમેશભાઈ બચુભાઇ સોલંકી રહે.હળવદ માર્કેટિંગ યાર્ડ સામે તેમજ આરોપી રમેશભાઈ જાદવજીભાઈ ખાંભડિયા રહે.ભવાનીનગર ઢોરો, હળવદ વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.