મોરબી : સમગ્ર રાજયમાં ઉજવાઇ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ'ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગઇકાલે ચોથા દિવસે ‘નારી ગૌરવ દિવસ' નિમિતે મોરબી તાલુકાની જુદી જુદી ત્રણ આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ છે. મોરબી તાલુકાના મોરબી ઘટક-2ના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ આવતી નજરબાગ, ભડિયાદ અને લાલપર આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ભાજપ અગ્રણી જિગ્નેશભાઈ કૈલા, મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, આઈ.સી.ડી.એસ. વિભાગ મોરબી ઘટક-2ના સી.ડી.પી.ઓ. ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકાઓ તથા આંગણવાડી કેન્દ્રના કાર્યકર તથા તેડાગર બહેનો અને સબંધિત ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેલ હતા તેમજ ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભડિયાદ તથા લાલપર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અંતે આઈ.સી.ડી.એસ. વિભાગના મોરબી-2ના સી.ડી.પી.ઓ. ભાવનાબેન ચારોલાએ સર્વે ઉપસ્થિત મહાનુભવોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..