મોરબી : મોરબીના નવા ધરમપુર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગારની મોજ માણતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 16,390 સાથે રંગે હાથ ઝડપી લઈ કાયદાના તીન એક્કા બતાવ્યા હતા. મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી નરેન્દ્રસિંહ અભેસિંહ ઉર્ફે ભરતસિંહ રાઠોડ, રહે. જુની ટીંબડી, શૈલેષભાઈ હકાભાઈ રાવા, રહે. નવા ધરમપુર, ભરતભાઈ બાબુભાઈ વડલેકીયા, રહે. નવા ધરમપુર, સંજયભાઈ કાનાભાઈ ખીંટ, રહે. નવાધરમપુર અને નીલેષભાઈ માધુભાઈ ઉપસરીયા, રહે. નવા ધરમપુર વાળાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 16,390 કબજે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.