મોરબી : મોરબીના વાવડી ચોકડી સ્થિત સોમૈયા સોસાયટીમાં ગત 25 ફેબ્રુઆરીના રોજ સવારે સીરામીકના ઉધોગપતિની આંખમાં મરચું છાંટીને ત્રણ શખ્સો રૂ.15.80 લાખની લૂંટ ચાલવીને ફરાર થઈ ગયા હતા.પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલીને લૂંટ કરનાર ત્રણ શખ્સોને લૂંટમાં વપરાયેલા બાઇક અને રૂ.10 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેયના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તેથી રિમાન્ડ દરમિયાન આ ત્રણેય આરોપીઓના વધુ ગુનાઓનો ભેદ ખુલવાની શકયતા છે. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની.જુદી જુદી ટીમોને બાતમી મળી હતી કે લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ લૂંટ બાદ તેઓના વતન રાધનપુર બાજુ જતા રહ્યા છે. આ હકીકતની ખરાઈ કરીને એક સતત બે દિવસ સુધી વોચ રાખી શંકાસ્પદ હિલચાલ ધરાવતા ત્રણ શખ્સો મોરબી આઈટીઆઈ પાછળ સિલ્વર પાર્ક સોસાયટી સ્થિત તેમના ઘેર આવવાના છે. આ હકીકતને આધારે વોચમાં રહેલા એલસીબીના સ્ટાફે ઉપરોક્ત આરોપીઓ ઘેર આવતા જ તેમને દબોચી લીધા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી ગુન્હામાં વપરાયેલું બાઇક તથા લૂંટમાં ગયેલ કુલ રકમ પૈકી 10 લાખની રોકડ રકમ કબ્જે કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ભરત દયારામભાઈ ચાવડા ઉં.વ. 32 રહે. પ્રેમનગર તા.રાધનપુર, વિક્રમ સુંડાભાઈ દિલેસા ઉં.વ. 20 રહે. પ્રેમનગર તા. રાધનપુર અને ચંદુ ઉર્ફે ચનો મોહનભાઇ ભિલોટા ઉં.વ. 25 રહે. સોલૈયા ગામની સીમમાં તા. માણસા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ લૂંટના આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીના આઠ દિવસ એટલે તા.1 એપ્રિલ સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે.