વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે તરકીયા ગામની સીમમાં શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે આરોપી વિજય ભુપતભાઇ મકવાણા, વિપુલ ભુપતભાઇ મકવાણા રહે.બન્ને તરકિયા અને આરોપી વિશાલ રવજીભાઈ મકવાણા રહે.નાળિયેરી તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓને ઝડપી લઈ બનાવ સ્થળેથી 200 લીટર ઠંડો, 200 લીટર ગરમ આથો તેમજ 600 લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1,30,150નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.