રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડી અને હળવદ રોડ પર પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડી અને હળવદ રોડ પર આઈટીઆઈ પાસેથી ત્રણ આરોપીઓને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે રાજપર ચોકડી પાસેથી આરોપી રવિ શામજીભાઇ ડંડૈયા, રહે.હાલ.હોલો સેનેટરી સીરામીક કારખાનામાં ઘુંટુ ગામ, મુળ રહે.સુકલ પીપળીયા, રાજકોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.696 સાથે ઝડપી લીધો હતો.બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિક્રમ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા રહે.મહેન્દ્રનગર ચોકડી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો. અને ત્રીજા દરોડામાં હળવદ રોડ આઈટીઆઈ પાસેથી પોલીસે આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલ ગોટી રહે.પ્રભુકૃપા બાલાજી હોમ્સ, મહેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની 16 ચપલા બોટલ કિંમત રૂ.2240 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.