હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના ગોલાસણ ગામે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) મહિપતભાઇ ચતુરભાઇ દેકાવાડીયા રહે. વિરપર, તા.વાંકાનેર (2) રમેશભાઇ વાલજીભાઇ રાઠોડ રહે.ભવાની નગર ઢોરો, હળવદ અને આરોપી (3) સંજયભાઇ નાગજીભાઇ સનુરા રહે. જાંબુડીયા તા.જી.મોરબી નામના આરોપીઓ રોકડા રૂ.21,700 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.