હડમતીયાના પટેલ યુવાનને ત્રણ શખ્સોએ ઘૂસતાવી નાખતા ફરિયાદ મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પટેલ યુવાને મિત્રતાના નાતે પોતાની જમીન ગીરવે મૂકી 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા બાદ આ રૂપિયા પરત માંગતા ત્રણ શખ્સોએ ઘૂસતાવી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વિનોદભાઇ જાદવજીભાઇ સીણોજીયાએ પોતાની જમીન ગીરવે મૂકી મૂળ હડમતીયા ગામના વતની અને હાલમાં અવની રોડ મોરબી ખાતે રહેતા આરોપી હીતેશ કેશવજીભાઇ કામરીયાને રૂપિયા 25 લાખ હાથ ઉછીના આપ્યા હતા જે નાણાં પરત માંગતા મામલો બીચકયો હતો. વધુમાં રૂપિયા 25 લાખ પરત માંગતા આરોપી હિતેશ કામરીયા અને હડમતીયા ગામે રહેતા ધ્રુવ નરભેરામ કામરીયા અને અશોક ઠાકરશીભાઇ મેરજાએ ધુનડા રોડ ઉપર વિનોદભાઇ જાદવજીભાઇ સીણોજીયાને ગાળો ભુંડા બોલી ઝપાઝપી કરી ડાબી આંખ નીચે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે વિનોદભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..