મોરબી : મિત્રતાના દાવે ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા એ પરત મળવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવવાનું કામ કરતા રહીમભાઈ આદમભાઈ સુમરાએ શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઇને ઉછીના પેટે 5 હજાર રૂપિયા મિત્રતાના દાવે આપ્યા હતા, જે તેઓએ પૈસા પરત માંગતા સામાવાળા જગદીશભાઈ, જગદીશભાઈનો પુત્ર લાલો, ગનીભાઈ ચાનીયાનો પુત્ર તથા બે અજાણ્યા શખ્સોએ એકસંપ કરીને લાકડાના ધોકા વડે માર મારીને ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીંકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર રહીમભાઈએ સીટી એ. ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવતા પી.એસ.આઇ. આર. ટી.વ્યાસ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.