હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના સહકારી આગેવાન ડાકા ટપુભાઈ દેવાભાઈ ટુંકા પ્રવાસ અર્થે કર્ણાટકના બેંગ્લોર ગયા હતા. પ્રવાસના દિવસો પુર્ણ થતા વતન પરત આવવા નિકળ્યા હતા. પણ ગુજરાતી પંક્તિ અનુસાર 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનુ છે' તે મુજબ બન્યુ પણ અેવુ કે ટપુભાઈને હાર્ટઅેટેક આવતા કર્ણાટક ખાતે તેમનું અવસાન થયું હતું. આ સમાચાર વાયુવેગે ટંકારા તાલુકામા અને હડમતિયા ગામમાં ફરી વળતા વિસ્તારમાં શોકનું મોજુ પ્રસર્યું હતું.કર્ણાટકથી અમદાવાદ આવતી મધ્યરાત્રીની ફલાઈટમાં અમદાવાદ ખાતે તેમનો નશ્વરદેહ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી શબવાહીની દ્વારા માદરે વતન હડમતિયા ખાતે સદગતનો પાર્થિવ દેહ લવાતા ગામમાં શોક છવાઇ ગયો હતો. સદગતના પરિવારજનો નશ્વરદેહ જોઈ ભાંગી પડ્યા હતા. સદગતના પરિવારજનોને સાંત્વના પાઠવવા સહકારી આગેવાન વાઘજીભાઈ બોડા ઉપસ્થિત રહ્યા હતા. ટંકારા તાલુકામા લેઉઆ પટેલ સમાજમા તેઓ ખૂબ લોક ચાહના ધરાવતા હતા. શ્રી હડમતિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ, મોરબી માર્કેટીંગ યાર્ડના ડિરેકટર, મોરબી જમીન વિકાસ બેંકના ચેરમેન હોવાથી સહકારીક્ષેત્રમાં ટપુભાઈ ખાસ્સુ અેવુ વર્ચસ્વ ધરાવતા હતા. આજુબાજુના ગામડાઅોના ખેડુતો 'ટપુઆતા' ના હુલામણા નામથી જ તેઓને બોલાવતા અને અોળખતા. પોરબંદરના પુર્વ સાંસદ સહકારી આગેવાન ખેડુત મસિહા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ખુદ 'ટપુઆતા'ના નામથી સન્માનિત કરતા. આજે તા. 24/9/2019ના રોજ સવારે 09:00 કલાકે સદગતની અંતિમયાત્રામા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ પાલણપીરનો મેળો ચાલી રહ્યો છે ત્યારે નીકળેલી અંતિમયાત્રા દરમ્યાન મેળામાં પણ શોક છવાયો હતો અને સદગતના સન્માનમાં લાઉડ સ્પીકરો બંધ કરી લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274