નોટિસમાં રાતના 10 થી સવારના 6 નો સમય, છતાં દિવસે પણ ફાટક બંધ : તંત્રની અણઘડ કામગીરીથી રોષમોરબી : મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટક (LC No. 27) ખાતે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેક મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે તંત્ર દ્વારા 25, 26 અને 27 મે 2026 ના રોજ રાત્રે 22:00 (10 વાગ્યા) થી સવારના 06:00 (6 વાગ્યા) સુધી ફાટક બંધ રાખવાની નોટિસ લગાવવામાં આવી છે. પરંતુ તંત્રની અણઘડ કામગીરીને કારણે દિવસે સવારના 10 વાગ્યા પછી પણ કામગીરી ચાલુ હોવાથી ફાટક બંધ રાખવામાં આવ્યું છે.વાહનચાલકોને 2 થી 3 કિલોમીટરનો ફેરો અને નોટિસ પણ છુપાવીને લગાવી!રેલવે તંત્ર દ્વારા જે નોટિસ લગાવવામાં આવી છે તે સાવ સાઈડમાં લગાવી હોવાથી લોકોને સ્પષ્ટ દેખાતી નથી. વાહનચાલકો ફાટક સુધી પહોંચે છે ત્યારે જ તેમને ખબર પડે છે કે ફાટક બંધ છે. ત્યારબાદ તેઓને ફરજિયાતપણે ડાયવર્ઝન લઈને આગળના ફાટક (LC No. 26) પરથી 2 થી 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરીને જવું પડે છે.આ વિસ્તારોના હજારો લોકોને સીધી અસરઆ રસ્તો ભડીયાદ ગામ, ગાંધી સોસાયટી, જવાહર સોસાયટી અને આસપાસ આવેલી 3 જેટલી કોલેજોમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. તંત્ર દ્વારા રાતના સમયના બદલે દિવસે પણ ફાટક બંધ રખાતા આ વિસ્તારોમાં રહેતા અને અવરજવર કરતા હજારો લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.#Morbi #MorbiUpdate #NazarbaghRailwayCrossing #TrafficIssue #WesternRailway #MorbiNews #GujaratNews #PublicHarassment