કેન્દ્રિય સૈનિક બોર્ડની સહાય ન મળી હોય તેઓને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવા અનુરોધ મોરબી : કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હીની વેબસાઈટ પર સ્કોલરશીપ, લગ્ન સહાય, પેન્યુરી ગ્રાન્ડ વગેરે માટે કરેલી ઓનલાઇન અરજી કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. પરંતુ ઓનલાઇન અરજીમાં જે લાભાર્થીઓ પોતાનું નામ અને બેંક ખાતા નંબર અને બેંક પાસબુક મુજબ લખેલ ન હોવાથી કોર બેન્કિંગ ચૂકવણું થયેલ નથી એવા લાભાર્થીઓને કેન્દ્રિય સૈનિક બોર્ડ નવી દિલ્હી તરફથી ઇ-મેઈલ કરેલ છે. તેઓએ એન.ડી.એફ.ટી. મેનટેડ ફોર્મ ભરીને સાથે બેંક પાસબુકનું પ્રથમ પાનું તથા આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં અરજી સાથે રજુ કરવાનું રહેશે. જે ફોર્મ તથા તેના સંલગ્ન કાગળો કેન્દ્રિય સૈનિક બોર્ડ, નવી દિલ્હી દ્વારા બારોબાર જમા કરાવવામાં આવશે તેવું કેન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હીના તા. ૦૯-૦૩-૨૦૨૧ ના પત્ર થી જણાવવામાં આવેલ છે. એન.ડી.એફ.ટી. મેનટેડ ફોર્મનો નમુનો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ થી મળી શકશે. આ બાબતમાં વધુ જાણકારી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટનો રૂબરૂ જણાવવામાં આવે છે.