ખેડૂત પરિવર્તન પેનલની શાનદાર જીત બાદ શહેરમાં ભવ્ય વિજય સરઘસ નીકળશે, રાત્રે જેતપરમાં અભિવાદન સમારોહમોરબી અપડેટ: મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ખેડૂત પરિવર્તન પેનલે શાનદાર વિજય મેળવીને સત્તા પર કબ્જો જમાવ્યો છે. આ જીત સાથે જ માર્કેટ યાર્ડમાં સહકાર પેનલના લાંબા શાસનનો અંત આવ્યો છે. ખેડૂત પરિવર્તન પેનલની આ શાનદાર જીત બાદ મનોજ પનારા અને લલિત કગથરાએ ખેડૂતોનો આભાર માનીને આગામી રણનીતિ અને વિજય અંગે માહિતી આપી હતી.ખેડૂત પરિવર્તન પેનલની જીત બાદ મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આ માત્ર મોરબી જિલ્લાના ખેડૂતોની નહીં પરંતુ આખા ગુજરાતના ખેડૂતોની જીત છે. આ એપીએમસી (APMC) ની ચૂંટણી પર આખા ગુજરાતની મીટ મંડાયેલી હતી. જે માતાઓ અને બહેનોએ આંદોલનમાં સક્રિયતાથી ભાગ લીધો હતો, પોલીસની લાઠીઓ ખાધી હતી અને ડિટેન થયા હતા, આ તે દીકરીઓ અને માતાઓની જીત છે. અત્યાર સુધી અહી કોઈ પક્ષનું શાસન હતું, પરંતુ હવે અહીં ખેડૂતોનું શાસન આવશે. વેપારીઓને સાથે રાખીને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અનેક સમસ્યાઓથી ભરપૂર આ 30 વર્ષના શાસનને દૂર કરીને હવે નવું શાસન શરૂ થશે. આ વીજપોલનો પ્રશ્ન હોય કે હાઇવેની વાત હોય, આ ખેડૂત આંદોલનને મળેલી જ્વલંત જીત છે. આ સાથે તેમણે વિજય સરઘસના રૂટની પણ માહિતી આપી હતી. વિજય સરઘસ ઉમિયા સર્કલથી શરૂ થઈને રવાપર કેનાલ ચોકડી, બાપા સીતારામ ચોક, સરદાર પટેલ સ્ટેચ્યુ, મોરબી સિટી અંદર નગર દરવાજેથી મહેન્દ્રનગર ચોકડી થઈને જેતપર સહકારી મંડળી પાસે પૂર્ણ થશે અને ત્યાં ખુલ્લી જગ્યામાં આંદોલનકારીઓ તથા ખેડૂતોનું અભિવાદન કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે અમારી પેનલમાંથી ખેડૂત વિભાગના 7 અને વેપારી વિભાગના 2 ઉમેદવારો મળીને કુલ 9 ઉમેદવારો જીત્યા છે. લલિત કગથરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના કાઉન્ટિંગમાં ખેડૂત પરિવર્તન પાર્ટીના 7 સભ્યો ખેડૂત વિભાગમાંથી અને 2 સભ્યો વેપારી વિભાગમાંથી મળીને કુલ 9 સભ્યો ચૂંટાયા છે. હું મોરબી જિલ્લાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે 30 વર્ષથી સત્તામાં બેઠેલા લોકો સામે લડાઈ કરી છે. જ્યાં કોઈ શબ્દ બોલી નહોતું શકાતું, જ્યાં કોઈની સામે પડકાર નહોતો કરી શકાતો, તેવી પરિસ્થિતિમાં આજે ખેડૂતોએ ચેલેન્જ કરીને જે વિજય અપાવ્યો છે તે અદ્ભુત વિજય છે.લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટીની નામોશીભરી હાર છે. સહકારી ક્ષેત્રના લોકોએ, પછી તે ઈફકો (IFFCO) માં હોય કે અન્ય જગ્યાએ, તે તમામ લોકોને જાકારો આપ્યો છે. આ માત્ર શરૂઆત છે અને આ ખેડૂત પરિવર્તનની નિશાની છે. આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં આ પરિવર્તન જોવા મળશે.#MorbiUpdate #MorbiMarketingYard #MorbiAPMC #KhedutParivartanPanel #ManojPanara #LalitKagathara #MorbiNews #GujaratPolitics #APMCElecti