“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” એપિસોડ- 10 માં સાંભળો જાણીતા ઉદ્યોગકાર અને બિલ્ડર રાજુભાઈ ધમાસણાને..મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે દસમો એપિસોડ આવતી કાલે તારીખ 27 નવેમ્બર ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના દસમાં એપિસોડમાં જાણીતા ઉદ્યોગકાર અને બિલ્ડર રાજુભાઇ ધમાસણા સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં મોરબીના ઉદ્યોગ વિશે, મોરબીમાં ઉદ્યોગની શરૂઆત કઈ રીતે થઈ, શરૂઆતના દિવસોમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, મોરબીની લાઇફસ્ટાઇલ અને સુવિધાઓ તથા આધ્યાત્મિકતા વિશે વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.