ટંકારામાં આવેલા ખોડીયાર મઢમાં બનાવેલ બગીચો અને પક્ષીઓ માટેનો સ્વિમિંગ પુલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ટંકારા : ટંકારા સ્થિત ખોડીયાર મઢની બોરડી સવાર-સાંજ ચકલીઓના કલરવથી ગુંજી ઉઠે છે. ટંકારાના જીવદયાપ્રેમી યુવકો દ્વારા પક્ષીઓ માટે સવાર સાંજ ચણ તથા બપોરે સ્વાદિષ્ટ ભાણુ આપવામાં આવે છે. અને યુવકોએ પક્ષીને પ્રિય સ્વિમિંગ પુલ પણ બનાવ્યો છે. અહીં એક અલાયદું બાગ પણ તૈયાર કર્યુ છે. જેમા ખિસકોલીનો ખિલખિલાટ, પોપટનું મીઠું-મીઠું સહિત અનેક પક્ષીઓનો એકસાથે સંપથી વસવાટ જોવા મળે છે. માતાના મઢ ખાતે બેસી દર્શનાર્થીઓ વિશ્રામની અનુભુતી કરે છે. ટંકારાના મધ્યમા બિરાજમાન ગામધણી લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમા આવેલ આઈશ્રી ખોડિયાર માતાના મઢ ખાતે કાંટાળી બોરડીમા ૧૦૦થી વધુ ચકલી ઉપરાંત ખિસકોલી, કાબર, પોપટ સહિતના પક્ષીઓ હળીમળીને વસવાટ કરે છે. સવાર, બપોર ને સાંજ પક્ષીઓના કલરવથી મઢનું વાતાવરણ રીતસરનું ગુંજી ઉઠે છે. પક્ષીઓ માટે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા સવારે-સાંજે ચણ અને બપોરે સ્વાદિષ્ટ ભાણુ આપવામા આવે છે. જેમા રાંધેલા ભાત, મિઠાઈ-ફરસાણ સહીતની વાનગીઓ પિરસાઈ છે અને એકસાથે ઝુંડમા એકસોથી વધુ પક્ષીઓ ભય કે ડર વિના ભોજન આરોગે છે. આ ઉપરાંત, અહીં 'સોનામા સુગંધ ભળે' એમ બાગ પણ બનાવ્યો છે. ચણ માટેનો ચબૂતરો, પાણીની કુંડી તદ્ઉપરાંત ચકલીને પ્રિય નાહવા માટેનુ સ્વિમિંગ પુલ પણ બનાવ્યુ છે. જ્યા માતાજીના મંદીરે બોરડીમા નિર્ભયપણે વસવાટ કરી ચકલી સહિતના પક્ષીઓ કિલકિલાટ કરતા જોવા મળે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate