Morbi: મોરબી જિલ્લામાં લોકસભા ચૂંટણી દરમિયાન મોરબી પોલીસ સતત મતદારો કરતી રહી અને મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ મદદ કરી.સુત્રોનાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં ઘણા પોલીંગ બૂથો પર દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુંધી લઇ જઇ અને તેને જરૂરી મદદ કરી હતી અને વધુને વધુ લોકો મતદાન કરે તેમાં તેમનો બહુમુલ્ય ફાળો આપ્યો હતો. લોકોએ પણ મોરબી પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને આભાર માન્યો હતો.