મોરબી : રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતીના પવિત્ર અવસર નિમિત્તે તેમની અખંડ ભારતની અવિસ્મરણીય રાષ્ટ્રસેવાને બિરદાવવા આજરોજ 31 ઓક્ટોબર ને શુક્રવારે સાંજે 5:30 વાગ્યે સરદાર પટેલ સાહેબની પ્રતિમા, નવા બસ સ્ટેશન ખાતે મોરબી સિરામિક પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોરબી સિરામિક પરિવાર દ્વારા સરદાર પટેલ સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી સરદાર સાહેબના યશસ્વી કાર્યોને યાદ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ દ્વારા અપીલ કરાઈ છે.