આવતીકાલે મળનારી સાધારણ સભામાં ચીલા ચાલુ સાત જ આઈટમ, બાકી પ્રમુખ સ્થાનેથી જે રજુ થાય તે !!! મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે સતા સ્થાને આવેલા ભાજપી શાસકોએ અગાઉ વિપક્ષને ચેમ્બર ન ફાળવી બેસવાનો હક્ક છીનવી લીધા બાદ આવતીકાલે મળી રહેલી સામાન્ય સભામાં હવે વિપક્ષ કે શાસક પક્ષના સભ્યો કોઈ પ્રશ્ન જ ન પૂછી શકે તે માટે પ્રશ્નોત્તરીનો જ છેદ ઉડાવી દઈ સરમુખત્યાર શાહીનો અંદાજ પેશ કર્યો છે. મોરબી જિલ્લા પંચાયતમાં હાલમાં ભાજપ રાજમાં લોકશાહીને બદલે સરમુખ્યત્યાર શાહીના દર્શન થઈ રહ્યા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આવતીકાલે મળી રહેલી સામાન્ય સભાનો એજન્ડા ભાર આવ્યો છે જેમાં અગાઉની સભાના કાર્યને ભળી આપવી, 15માં નાણાપંચની જોગવાઈ અંગે આયોજન કરવું, સ્ટેમ્પ ડ્યુટીની અંદાજિત પાંચ કરોડની સ્વ ભંડોળની અંદાજિત આવક તેમજ રેતી કાકરીની 2.40 કરોડની અંદાજિત આવકમાંથી વિકાસ કામો કરવાજેવી બિંબાઢાળ આઇટમો સમાવવામાં આવી છે પરંતુ પ્રશ્નોત્તરીનો સમૂળગો છેદ જ ઉડાવી દઈ વિપક્ષને અવાજ ઉઠાવવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. લોકશાહીના આદર્શ મૂલ્યો મુજબ વિપક્ષને પણ બોલવાનો અધિકાર આપવો ચૂંટાયેલા વિપક્ષી સભ્યો અને નેતાઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની વર્ષોજૂની પદ્ધતિ રહી હોવા છતાં સતાના મદમાં ભાજપના શાસકો આ લોકશાહીના મૂલ્યો ભૂલી ગયા હોવાનું વિપક્ષ અને બુદ્ધિજીવી વર્ગ જણાવી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..