મોરબી : થર્ટી ફર્સ્ટે દારૂની પાર્ટીઓ રોકવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ખાસ કરીને રાત્રીના સમયે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ નિમિત્તે ખાસ ઓફર રાખવામાં આવી છે. જેમાં અસામાજિક તત્વોને પિક-અપ સાથે સરભરા ફ્રી આપવામાં આવી રહી છે. તેવી પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી છે. આ પોસ્ટે ભારે રમૂજ પણ ફેલાવી છે. તો બીજી તરફ મોરબી જીલ્લા પોલીસ દ્રારા આગામી થર્ટી ફર્સ્ટ અનુસંધાને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોટલ- ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.